Home દેશ લશ્કરનું રાજનીતિકરણ લોકશાહી માટે મૃત્યુઘંટ સમાન સાબિત થઇ શકે..

લશ્કરનું રાજનીતિકરણ લોકશાહી માટે મૃત્યુઘંટ સમાન સાબિત થઇ શકે..

661
0

(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.23
લોકશાહી દેશમાં સત્તાપક્ષ અને રાજકારણથી લશ્કરી તંત્રને દૂર રાખવામાં આવે છે. લાકશાહી માટે તે અનિવાર્ય છે. પરંતુ દેશના લશ્કરી વડા બિપીન રાવતે તાજેતરમાં જે નિવેદન આપ્યું છે તે તેમણે ટાળવાની જરૂર હતી. જો આ જ રીતે લશ્કર દ્વારા નિવેદનો અને વારંવાર મિડિયા પાસે દોડી જવું તે રોકવામાં નહીં આવે તો ભારતમાં લોકશાહી સામે ખતરો પેદા થઇ શકે છે. લશ્કરી વડાએ જે કહ્યું તેમાં તેમના નિવેદનમાં રાજકીય નિરીક્ષકોને કયાંકને કયાંક એક રાજકારણીની અથવા તો તેઓ પણ પૂર્વ લશ્કરી વડા વી.કે. સિંગની જેમ નિવૃત થયા બાદ કેસરિયા પાર્ટીમાં જોડાવવાની તૈયારી તો કરી રહ્યાં નથી ને..? એવો પણ એક પ્રશ્ન દિલ્હીના રાજકારણમાં ચર્ચાઇ રહ્યો છે. આખરે એવું તે શું કારણ છે કે તેમને રાજકીય પક્ષ તરીકે ભાજપનો દાખલો આપવાની ફરજ પડી તે પણ એક સવાલ છે.
દિલ્હીના રાજકારણમાં અને દેશના મિડિયામાં હોટ ટોપીક બનેલા લશ્કરી વડા બિપીન રાવતના નિવેદન પર નજર નાંખીએ તો તેમણે આસામમાં એક સ્થાનિક પાર્ટાની જેટગતિએ થઇ રહેલી રાજકીય પ્રગતિ પાછળ બાંગ્લાદેશી ઘૂસણખોરોનો ટેકો હોવાનું જે અવલોકન કર્યું તે મહત્વનું છે પણ તેમણે ભાજપને બે બેઠકોથી દિલ્હી પહોંચવામાં વર્ષો લાગ્યા અને આસામમાં એક પાર્ટાએ ટૂંકા ગાળામાં આસામ વિધાનસભામાં 13 બેઠકો અને લોકસભામાં 3 બેઠકો મેળવી હોવાનું અવલોકન કર્યું જેમાં ભાજપનો ઉલ્લેખ કરવો તે દર્શાવે છે કે એ વખતે તેમના મનમાં ભાજપના વિચારો ચાલી રહ્યાં હશે અને કદાજ મન કી બાત સાંભળીને સાંભળીને તેઓ પણ ભાજપ અને સરકારથી પ્રભાવિત થયા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
રાજકીય નિરીક્ષકો કહે છે કે જ્યારે યુપીએના શાસનમાં તત્કાલીન લશ્કરી વડા વીકે સિંગે પોતાની જન્મતારીખ જેવા સામાન્ય મામલે સરકાર સામે શિંગડા ભરાવ્યાં અને છેક સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યા ત્યારે કોઇને એમાં રાજકારણની બૂ નહોતી આવી, પરંતુ નિવૃતિ બાદ તેઓ તરત જ ભાજપમાં જોડાયા અને તેમને મંત્રી બનાવ્યાં ત્યારે દેશન સમક્ષ સમગ્ર ચિત્ર સામે આવ્યું કે યુપીએ સરકાર સામે તેમણે સામાન્ય જન્મતારીખના મુદ્દે કેમ મોરચો માંડ્યો હતો. વર્તમાન લશ્કરી વડા બિપીન રાવત પણ શું વી કે. સિંગના માર્ગે તો નથી ને એવો જો પ્રશ્ન કોઇ કરે તો તેમાં કાંઇ ખોટુ નથી. કેમ કે તેમનું નિવેદન રાજકારણી જેવું હોવાનું મનાઇ રહ્યું છે. તેમણે આવું અવલોકન કરવાને બદલે ભારતમાં ઘૂસણખારીને રોકવા લશ્કર શું કરી રહ્યું છે અને કેટલા ઘૂસણખોરોને પકડવામાં આવ્યાં તથા કેટલાને પાછા તગેડી મૂકાયા તેના પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હતી.
રાજકીય નિરીક્ષકો એમ પણ કહે છે કે છેલ્લાં કેટલાક સમયથી એવું જોવામાં આવી રહ્યું છે કે કાશ્મીર કે અન્યત્ર કોઇ નાનામોટી ઘટના બને ત્યારે સરકારના કોઇ મંત્રી કે પ્રવક્તા જવાબ આપવાને બદલે લશ્કરી તંત્રને મિડિયા સામે મૂકવામાં આવે ચે. જેમ કે ઔવેસીએ એવું નિવેદન કર્યું કે કાશ્મીરમાં શહાદત વ્હોરવામાં મુસ્લિમો પણ છે. એક આતંકી હુમલાની ઘટનામાં 7 જવાનો માર્યા ગયા તેમાં પાંચ મુસ્લિમ હતા તેવું જાહેર થયું ત્યારે ઔવેસીએ આવું નિવેદન કરીને શહાદતમાં રાજકારણ લાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનો જવાબ ભાજપ કે સરકારના સંરક્ષણમંત્રીએ આપવાની જરૂર હતી. પરંતુ તેના બદલે લશ્કરના અધિકારીને ખુલાસા માટે મિડિયા સમક્ષ રજૂ કરાયા હતા. આવી બાબતમાં સરકાર વતી જવાબ આપવાને બદલે સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામન નિરવ મોદીના મામલે જવાબ આપે તે પણ કંઇક વિચિત્ર લાગે છે. આસામમાં ચીન અને પાકિસ્તાન આયોજનબધ્ધરીતે ભારતમાં ઘૂસણખારોને મોકલીને ભારતમાં અશાંતિ સર્જવા માંગે છે એમ જ્યારે દેશના લશ્કરી વડા પોતે જાહેર મંચ પરથી ચેતવણી આપે ત્યારે સરકારે તેની ગંભીરતા સમજવાની જરૂર છે. લસ્કરી વડાએ રાજકીય અવલોકન કરતા દેશની સુરક્ષા માટેની ગંભીર બાબત એક તરફ રહી ગઇ અને તેમાં રાજનીતિ શરૂ થઇ ગઇ. લાકશાહી દેશ ભારતમાં અત્યાર સુધી અનેક લશ્કરી વડાઓએ ફરજ નિભાવી પરંતુ વર્તમાન લશ્કરી વડાની જેમ ક્યારેય આવા નિવેદનો ક્યારેય કર્યા નથી. ખરેખર તો ભારત સરકારે તેમનો આ અંગે યોગ્ય ખુલાસો માંગવો જોઇએ. અને તેમણે મર્યાદા ઓળંગવાને બદલે દેશની સુરક્ષા પ્રત્યે જ ધ્યાન આપવું જોઇએ.
બંધારણમાં દેશના સુસંચાલન માટેની ચોક્કસ વ્યવસ્થા અને નિતી નિયમો તતા મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે. લશ્કરી વડા અને લશ્કરી તંત્રને રાજકારણમાં આવવાનો ગર્ભિત ઇશારો લોકશાહીને ખતરામાં મૂકી શકે છે. લશ્કરી વડાએ સરહદે એવી નિગરાની અને ચોકી પહેરો રાખવો જોઇએ કે એક પણ ઘૂસણખોર ભારતમાં આવવાની હિંમત ના કરે. એવી કડક વ્ય્વસ્થા થશે તો આસામમાં જે સ્થાનિક પાર્ટીએ જેટગતિએ રાજકીય પ્રગતિ કરી તે અટકી જશે. દેર આયે દુરસ્ત આયે..ની જેમ લશ્કરી વડા નિવૃતિ સુધી આવા નિવેદનોથી પોતાની જાતને દૂર રાખશે એવી તેમની પાસેથી અપેક્ષા રાખવી યોગ્ય લેખાશે, એમ પણ રાજકીય નિરીક્ષકોએ જણાવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજો પત્રકાર પોતાનું જ સ્વમાન નહિ જાળવી શકે તો પ્રજાની પીડાને વાચા કોણ આપશે?
Next articleમાત્ર મીડિયા પ્રસિદ્ધિ માટે શ્રીદેવીનાં નિધને દાઉદ સાથે જોડવું યોગ્ય નથી સ્વામીજી…