Home ગુજરાત યોગા અને ફીટનેસ ચેલેન્જ સારી વાત છે પણ કૂપોષણની સમસ્યાનું શું…?

યોગા અને ફીટનેસ ચેલેન્જ સારી વાત છે પણ કૂપોષણની સમસ્યાનું શું…?

1699
0

(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.21
ફિટનેસ ચેલેન્જના વિડીયો અને યોગાના વિશ્વ વિક્રમોથી કૂપોષણની સમસ્યા હલ થશે…?
દેશભરમાંઆજે 21 જૂને વિશ્વ યોગા દિની ઉજવણી કરવામાં આવી છે. જાણીતા ક્રિકેટર વિરાટકોહલીના ફિટનેસ ચેલેન્જના ચક્કરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાનો ફિટનેસ ચેલેન્જ વિડિયો બહાર પાડયો અને આજે યોગાની ઉજવણી કરી. પરંતુ જો એટલી જ કાળજી સરકારે કૂપોષણથી પિડાતા બાળકો માટે લીધી હોત તો તેમને ચોક્કપણે લાભ થાત.
રાજકીય નિરીક્ષકો કહે છે કે ગુજરાત સહિત ઘણાં રાજ્યોમાં લાખો બાળકો કૂપોષણથી પિડાઇ રહ્યાં છે. આ બાળકોને બે ટંકનું પ્રોટીનથી ભરપૂર ખોરાક મળતો નથી. બાળકો ઉપરાંત લાખો એવા છે કે જેમને બે સમયનું તો શું એક સમયનું પણ ભોજન મળતું નથી. ભારતમાં કૂપોષણની સમસ્યા વિક્ટ છે. પરંતુ કેન્દ્ર સરકારે એ જવાબદારી જાણે કે રાજ્યો પર નાંખીને પોતે ફિટનેસ ચેલેન્જના રવાડે ચઢી ગઇ છે. કોહલાનો પડકાર ઝીલવામાં આવે છે. કર્ણાટકના મુખ્યમંત્રીને ટેગ કરીને તેમને ફીટનેસ માટે સલાહ આપવામાં આવે છે. પરંતુ જો કૂપોષણ માટે કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી ઉપરાંત દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓને ટેગ કરાય તો તેઓ કૂપોષણ માટે વધુ કાળજી લઇ શકે. વાસ્તવમાં કૂપોષણની સમસ્યાને કેમદ્ર કે રાજ્ય સરકારો હળવાશથી લઇ રહી ચે. પરંતુ આ ભારતના ભાવિ નાગરિકોના આરોગ્ય અને તેમની તંદુરસ્તી સાથે જોડાયેવી એક મોટી સમસ્યા છે. બાળક જો કૂપોષિત હશે કે રહેશે તો તે દેશને તંદુરસ્ત નાગરિક કઇ રીતે બનશે. આ જ બાળકો વતી કાલનું ભવિષ્ય છે ત્યારે તેમની સમસ્યાને ટોપની અગ્રતા આપવાને બદલે ફિટનેસ ચેલેન્જ અને યોગાથી કૂપોષણની સમસ્યા કઇ રીતે હલ થશે એમ પણ રાજકિય નિરીક્ષકોએ જણાવ્યું હતું. 21 જૂન બાદ નિયમિત રીતે યોગા કરીને બાળકો તંદુરસ્ત રહે તેવી વ્યવસ્થા કરવી જોઇએ.

Previous articleકજોડું તો તુટવા માટે જ હોય …ચુંટણી જંગ જીતવાની ભાજપની કાશ્મીર નીતિ
Next articleખાનગી સ્કૂલમાં એડમિશન ફૂલ છતાં પ્રવેશોત્સવ ઉજવશે મુખ્યમંત્રી…!!?