Home ગુજરાત મોદી ભક્તિમાં લીન વજુભાઇએ રાજકોટ-ગુજરાતની આબરૂના ધજાગરા ઉડાવ્યાં…?

મોદી ભક્તિમાં લીન વજુભાઇએ રાજકોટ-ગુજરાતની આબરૂના ધજાગરા ઉડાવ્યાં…?

1068
0

(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.18
અગાઉ આખુ ગુજરાત વજુભાઇ વાળાને સારી રીતે ઓળખતું હતું. હવે સમગ્ર ભારત તેમને ખૂબ સારી રીતે ઓળખી ગયું કે વજુભાઇ વાળા ભલે રાજ્યપાલપદે રહ્યાં પણ જ્યારે તટસ્થ રાજ્યપાલની ભૂમિકા નિભાવવાની તક મળી ત્યારે તેમણે પોતાનો અસલી રંગ કેસરી બતાવીને જે વિવાદાસ્પદ નિર્ણય લીધો તેના કારણે રાજકોટ અને ગુજરાતની આબરૂ ધૂળધાણી થઇ ગઇ હોવાની લાગણી રાજકીય નિરીક્ષકો વ્યક્ત કરી રહ્યાં છે. સુપ્રિમ કોર્ટેમાં આજે સુનાવણી વખતે વજુભાઇ વાળાના એ નિર્ણયનો કોર્ટે છેદ ઉડાડી નાંખ્યો જેમાં તેમણે ભાજપના યેદુરપ્પાને વિધાનસભામાં બહુમતિ પૂરવાર કરવા 15 દિવસનો સમય આપ્યો હતો. કોર્ટે એ સમય ઘટાડીને માત્ર 1 જ દિવસ કરીને પરોક્ષ રીતે ઇશારો કર્યો કે રાજ્યપાલે વધુ પડતો સમય આપ્યો હતો. વાળાનો નિર્ણય રાજ્યપાલોના ઇતિહાસમાં કેવા રંગે લખાશે તે કહેવાની ભાગ્યે જ જરૂર છે.
રાજકીય નિરીક્ષકોએ જણાવ્યું કે રાજકોટ અને ગુજરાતના રાજકારણમાં વિપક્ષો પણ જેમને માનની નજરે જોતા હતા તે વજુભાઇ વાળાએ કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇશારે ભાજપની સરકારની રચના માટે બીજા પક્ષોને તક નહીં આપીને જે નિર્ણય કર્યો તોમાં વાળાની પ્રતિષ્ઠાનું વગર ચોમાસે ધોવાણ થઇ ગયું છે. રાજકોટમાં તેમને ઓળખનારાઓ વિચારમાં પડી ગયા છે કે વજુભાઇ આવું નો કરે હોં…પણ ખરેખર તેમણે જ કર્યું તેમાં સમગ્ર મામલો છેક સુપ્રિમ કોર્ટ સુધી ગયો છે.
કર્ણાટકની ચૂંટણીમાં જેમની પાસે સરકાર રચવાની બહુમતિ હતી તે કોંગ્રેસ અને જનતા દળ-સેક્યુલરને આમંત્રણ નહીં આપીને જેમની પાસે દેખીતી રીતે સરકાર બનાવવા ધારાસભ્યો ખૂટે છે તે પોતાની જુની પાર્ટીને તક આપીને વાળાએ પૂરવાર કર્યું કે તેઓ ભલે રાજ્યપાલ પદે છે પણ તેમનો આત્મા ભાજપનો છે અને તેમણે દિલ્હીના ઇશારે નિર્ણય લઇને સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો ખોરડુ વગોવ્યું….છે.
રાજકીય નિરીક્ષકો કહે છે કે રાજ્યપાલ વાળાના નિર્ણયોમાં કોર્ટે યેદુરપ્પાને જે 15 દિવસનો સમય આપ્યો તે અયોગ્ય છે એમ માનીને યેદ્દીને માત્ર 1 દિવસ એટલે કે શનિવાર સાંજના 4 વાગ્યા સુધીનો જ સમય આપીને વાળા જેવા ભવિષ્યના રાજ્યપાલો માટે બોધપાઠ પણ આપ્યો કે 15 દિવસ નહીં પણ 24 કલાકનો જ સમય અપાય. જો કે વાળા એક કસાયેલા ખેલાડી છે તેથી તેઓ જાણતા જ હશે પરંતુ દિલ્હીના ઇશારે યેદ્દીને 15 દિવસનો સમય આપીને પોતાની પ્રતિષ્ઠા ખરડી નાંખી છે. વજુભાઇ હવે પહેલા જેવા રાજકોટના નિર્દોષ અને ભોળા વજુભાઇ નથી પરંતુ પદની પ્રતિષ્ઠાને જોખમમાં મૂકીને ગાંધીનું ગુજરાત સૌરાષ્ટ્રના સિંહ છેલભાઇની ધરતીને લાંછન લગાડ્યું છે. શક્ય છે કે તેમને લોકસભાની ચૂંટણીમાં ભાજપ ફરી જીતે તો વધુ પાંચ વર્ષ રાજ્યપાલ પદ મળે પરંતુ તેમણે વર્ષોની મહેનતથી રાજકોટ અને ગુજરાતમાં જે આબરૂ બનાવી તે ભરપાઇ નહીં થઇ શકે,એમ પણ નિરીક્ષકોનું માનવુ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોદી-શાહને ઝટકો ઃ યેદિયુરપ્પાને 24 કલાકમાં બહુમતી સાબિત કરવા સુપ્રિમનો આદેશ
Next articleકર્ણાટકમાં મોદી-શાહની ચાણક્ય નિતિ ફેઇલ, અઢી દિવસમાં યેદ્દીનું રાજીનામુ….!!