Home ગુજરાત મોદીજી દ્વારા ત્રિપુરામાં અડવાણીનું ઘોર અપમાન એ સંઘના સંસ્કાર ના હોઇ શકે

મોદીજી દ્વારા ત્રિપુરામાં અડવાણીનું ઘોર અપમાન એ સંઘના સંસ્કાર ના હોઇ શકે

1285
0

(જી.એન.એસ.) ન્યુ દિલ્હી, તા.10
આપણી ભારતીય સંસ્કૃતિમાં પરિવારના વડિલોનું માન-સનમાન કરવાની એક આગવી પરંપરા રહી છે. પરંતુ ભાજપ પરિવારમાં વડિલ નેતાઓ જે ઉપેક્ષા થઇ રહી છે ને તેમાં પણ ત્રિપુરામાં ભાજપ સરકારની શપથવિધિ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોતાના રાજકીય ગુરૂ અને પક્ષના સૌથી સિનિયર નેતા એલ.કે.અડવાણીનું જે રીતે સન્માન જાળવવામાં ના આવ્યું તેનાથી ભાજપમાં અડવાણીના સમર્થકોમાં ભારે આઘાતની લાગણી સર્જાઇ છે. અડવાણીના સમર્થકો તો ત્યાં સુધી કહે છે કે પક્ષના એક સિનિયર નેતાનું આ રીતે અગાઉ ક્યારેય ઘોર અપમાન અને સિનિયર નેતાનું મોઢુ રડુ રડુ થઇ જાય તેવું ક્યારેય બન્યું નથી. આ સમર્થકો કહે છે કે વિદેશમાં જઇને ભારતીય સંસ્કૃતિના ભારોભાર વખાણ કરવા અને ઘરઆંગણે પોતાના જ નેતા બે હાથ જોડીને અભિવાદન કરતા હોય ત્યારે તેમની સામે બે હાથ જોડવું તો દૂર રહ્યું પણ જાણે કે કોઇ અજાણી વ્યકિત સામે આવી ગઇ હોય તેમ તેમનાથી મોઢુ ફેરવીને આગળ વધીને તેમની બાજુમાં ઉભેલી વ્યક્તિ સાથે હાથ મિલાવવા તે કાંઇ આક્સ્મિક નથી. સમર્થકો માને છે કે અડવાણીનું આવું ઘોર અપમાન પક્ષમાં કોઇના દ્વારા ક્યારેય થયું નથી.
ભાજપમાં અડવાણીના સમર્થકો સાથે માહિતગાર સૂત્રોએ જણાવ્યું કે અડવાણીના અપમાનનો આ વિડિયો પક્ષમાં અને અન્ય લોકોએ જોયો તેઓ પહેલાં તો એ માનવા જ તૈયાર નહોતા કે ખરેખર આવું બન્યું છે. 2014 પછી અડવાણી અને મુરલીમનોહર જોષી સહિત જે કોઇ મોદીલાઇનની બહાર બોલે છે કે વર્તન કરે છે તેમને હાંસિયામાં મૂકવામાં આવ્યાં છે. પરંતુ આ રીતે જાહેરમાં એક એવા નેતાની ઉપેક્ષા કે તેમના થકી આજે પક્ષ ઉંચાઇ પર છે. વાજપેયી-અડવાણીને ભાજપમાં રામ-લક્ષ્મણની જોડી કહેવાય છે. રામ પથારીવશ બન્યા છે ત્યારે પક્ષના લક્ષ્મણની આ રીતે ઉપેક્ષા અને જાણે કે સાવ ઓળખતાં જ ના હોય તેવું વર્તન જો અડવાણી સાથે થતું હોય તો પક્ષમાં નવા આવેલા અડવાણીને અથવા જેમણે પક્ષને આગળ ધપાવવામાં પોતાની યુવાની ખપાવી દીધી હોય તેમને કોણ આવકાર આપશે તે પણ એક ચર્ચાનો વિષય હાલમાં ભાજપમાં બન્યો છે.
સમર્થકોમાં એવી લાગણી પ્રવર્તે છે કે જો આ જ રીતે તેમનું ઘોર અપમાન કરવામાં આવતુ હોય તો પછી તેમને કેમ આવા જાહેર સમારોહમાં નિમંત્રવામાં આવે છે. ખુદ અડવાણીએ પણ હવે પક્ષના આવા સમારોહમાં જતા પહેલાં સો વાર વિચાર કરવો જોઇએ. વિપક્ષના નેતાઓ સાથે હાથ મિલાવવા અને તેમનું અભિવાદન ઝિલવું પણ પક્ષના સિનિયરોની ઘોર ઉપેક્ષા કરવી તે કઇ સંસ્કૃતિના સંસ્કાર છે એવો પ્રશ્ન પણ તેઓ કરી રહ્યાં છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબાપુની તલવાર લાકડાની નીકળી…ફી નિર્ધારણ મુદ્દે રૂપાણી સરકારનું શિર્ષાસન..
Next articleમોદીને ‘નીચ’ કહેનાર રાષ્ટ્રદ્રોહી અને “રમ’માં રામ અને ‘વ્હીસ્કી’માં વિષ્ણુ કહેનાર રાષ્ટ્રવાદી…!!