Home દુનિયા પીએમ મોદી 2029 સુધી વડાપ્રધાન પદે રહેશે-રિપોર્ટ

પીએમ મોદી 2029 સુધી વડાપ્રધાન પદે રહેશે-રિપોર્ટ

1120
0

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.20
ભારત સરકારે અત્યારથી જ મિશન 2019 માટેની તૈયારીઓ આરંભી દીધી છે. ફરી એકવાર સત્તામાં આવવા માટે ભાજપ કોઈ જ કચાસ બાકી રાખવા નથી માંગતી. ભારતમાં અવારનવાર હાથ ધરવામાં આવતા સર્વેમાં 2019માં ફરી એકવાદ દેશમાં મોદી લહેર યથાવત રહેશે અને સરકાર પણ બનાવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવે છે. પરંતુ બ્લૂમબર્ગના રિપોર્ટ અનુંસાર નરેન્દ્ર મોદી 2029 સુધી સત્તામાં ટકી રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
બ્લૂમબર્ગના રિપોર્ટમાં નરેન્દ્ર મોદી સૌથી વધારે સમય દિવસો સુધી શાસન કરનારા નેતાઓમાં છઠ્ઠા સ્થાને રાખવામાં આવ્યાં છે. બ્લૂમબર્ગ મીડિયા ગ્રુપે દુનિયાના 16 દેશના નેતાઓને લઈને એક રિસર્ચ તૈયાર કર્યું છે.
બ્લૂમબર્ગ મીડિયાના રિપોર્ટ પર એક નજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ભારત)
નરેન્દ્ર મોદી દરેક વર્ગના લોકોમાં ખુબ જ લોકપ્રિય છે. બાળકોથી લઈને યુવાઓ પણ તેમને અનુંસરે છે. આ અહેવાલમાં આશા વ્યક્ત કરવામાં આવી હતી કે, 2019માં પણ નરેન્દ્ર મોદીના જ નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે. જો આમ થશે તો 2024 સુધી ભારતમાં નરેન્દ્ર મોદીની સરકાર રહેશે. મોદીની સમકક્ષ ભારતમાં કોઈ જ નેતા નથી. માટે કહી શકાય કે 2029 સુધી નરેન્દ્ર મોદી જ ભારતના વડાપ્રધાન પદે રહેશે.
કિમ જોંગ ઉન (ઉત્તર કોરિયા)
ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે જો યુદ્ધની સ્થિતિ ન સર્જાય તો કિમ જોંગ ઉન અનેક વર્ષો સુધી ઉત્તર કોરિયા પર શાસન કરી શકે છે.
શી જિનપિંગ (ચીન)
શી જિનપિંગ બીજીવાર ચીનના રાષ્ટ્રપતિ બન્યાં છે. સંસદના નવા સંશોધન મુજબ હવે જિનપિંગ લાંબા સમય સુધી દેશ પર રાજ કરશે.
ડૉનાલ્ડ ટ્રમ્પ (અમેરિકા)
ડૉનાલ્ડ ટ્રમ્પ જ્યારથી રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી તેમનો કાર્યકાળ વિવાદમાં જ સપડાયો છે. તે અમેરિકાના લોકોમાં ખુબ જ અળખામણા બન્યાં છે. શક્ય છે કે આ તેમનો પહેલો કે છેલ્લો કાર્યકાળ હોય અથવા તો તેઓ આ કાર્યકાળ પણ પુરો ન કરી શકે.
વ્લાદિમીર પુતિન (રશિયા)
રશિયામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જંગી બહુમતિ સાથે જીત નોંધાવ્યા બાદ વ્લાદિમિર પુતિન ચોથી વાર સત્તા પર બિરાજમાન થયાં છે. અહેવાલ અનુંસાર 2024માં પુતિને પદત્યાગ કરવો પડી શકે છે.
બેંજામિન નેતાન્યાહૂ (ઈઝરાયેલ)
નેતાન્યાહૂ 1948 બાદ ઈઝરાયેલ દેશની સ્થાપના બાદ પેદા થયેલા પહેલા ઈઝરાયેલી વડાપ્રધાન છે. તે 2009માં દસ વર્ષ બાદ સત્તામાં આવ્યાં હતાં. જોકે તેમનું નામ કૌભાંડમાં સંડોવાયુ છે. જો તેઓ કૌભાંડમાં દોષિત જણાશે તો તેમની સત્તા પણ જઈ શકે છે.
શિંજો આબે (જાપાન)
2014ની ચૂંટણીમાં ચૂંટાયેલા, ગઠબંધનના સાથી કોમિટા સાથે પોતાના બે-તૃતિયાંસ બહુમતને ટકાવી રાખ્યા બાદ 2017માં ફરી સત્તામાં આવેલા જાપાનના વડાપ્રધાન શિંજો આબે હાલ અનેક આરોપોનો સામનો કરી રહ્યાં છે. જેથી તેઓ ફરી એકવાર દેશના વડાપ્રધાન બને તેવી શક્યતા ખુબ જ નહીવત છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએક્રિડિટેડ પ્રેસ કલબ દ્વારા પત્રકારો-ધારાસભ્યો માટે મેડીકલ ચેક-અપ કેમ્પ યોજાયો
Next articleવાહ રે રૃપાણી…રાજ્ય સરકારે ઉત્સવો પાછળ અધધ…62 કરોડ રૃપિયા ખર્ચ્યા