Home દેશ - NATIONAL જસ્ટિસ લોયા કેસ એક જજના મોતનો મામલો છે જરૂર ૫ડ્યે તપાસનો આદેશ...

જસ્ટિસ લોયા કેસ એક જજના મોતનો મામલો છે જરૂર ૫ડ્યે તપાસનો આદેશ અપાશે – સુપ્રિમ કોર્ટ

477
0

(જી.એન.એસ.) ન્યુ દિલ્હી, તા20
જસ્ટિસ લોયાના શંકાસ્પદ મૃત્યુ કેસને સુપ્રીમ કોર્ટે અતિ ગંભીર ગણાવ્યો છે. તેમજ જસ્ટીસ બી.એચ. લોયાને સુરક્ષા પૂરી પાડવામાં સરકાર નિષ્ફળ રહી હતી. તેમજ મુંબઇ લોયર્સ અસોસિએશનના વકીલ દુષ્યંત દવેએ કહ્યુ હતુ. સોમવારે ચાલતી સુનાવણી દરમિયાન દુષ્યંત દવેએ આ કેસ ન લડવા માટે મારા પર દબાણ પણ થઇ રહ્યું હોવોના દોવા કર્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ એક જજના મોતનો મામલો છે અને તેને લઇને અમે અતી ગંભીર છીએ. કોર્ટે વકીલને નિશ્ચિંત રહીને આ કેસની દલીલો કરવા માટે આશ્વાસન પણ આપ્યુ. દુષ્યંત દવેએ કહ્યું કે સરકાર જસ્ટિસ લોયાને સુરક્ષા પુરી પાડવામાં નિષ્ફળ રહી છે, સાથે તેમને સારવાર આપવામાં પણ ધ્યાન નહોતુ અપાયું. લોયાનું મોત કેમ થયું તેનું કોઇ સાચુ કારણ પણ તપાસવાનો પ્રયાસ સરકારે નથી કર્યો. જ્યારે મહારાષ્ટ્ર સરકારે એવી દલીલ કરી હતી કે દરેક પ્રકારની સહાય કરવામાં આવી હતી અને સારવારમાં પણ પુરતુ ધ્યાન આપ્યું. આ મામલે હવે આગામી સુનાવણી સુપ્રીમ કોર્ટ પાંચમી માર્ચે કરશે.
૨૦૧૪માં જસ્ટિસ લોયાનું શંકાસ્પદ હાલતમાં મોત નિપજ્યું હતું, તેઓ સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટરની સુનાવણી કરી રહ્યા હતા, અગાઉ જ્યારે આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી હતી ત્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહનું નામ પણ ઉછળ્યું હતું. લોયા ૨૦૧૪માં નાગપુરમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. હાર્ટ એટેકને કારણે મોત નિપજ્યું હોવાના દાવા થઇ રહ્યા છે, જ્યારે પરિવારજનોનું કહેવું છે કે લોયાની હત્યા કરવામાં આવી છે. હવે સુપ્રીમે કહ્યું છે કે આ કેસ અમારા માટે અતી ગંભીર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલો બોલો..મોદી સરકારને ખબર જ નથી કે નિરવ મોદી ભારતના નાગરીક જ નથી…!?
Next articleદરોડાની કાર્યવાહી કેમ કરી, હવે લોન ભરપાઇ કરવી સંભવ નથી ઃ નિરવ મોદી