Home રમત-ગમત ક્રિકેટર ચેતેશ્વર પુજારા બનશે પિતા,નવા વર્ષે આપી ફેન્સને ખુશખબરી

ક્રિકેટર ચેતેશ્વર પુજારા બનશે પિતા,નવા વર્ષે આપી ફેન્સને ખુશખબરી

1618
0

(જી.એન.એસ.)કેપટાઉન .તાં.૧
ભારતીય ટેસ્ટ ટીમના મહત્વપૂર્ણ અને સ્ટાર પ્લેયર એવા ચેતેશ્વર પૂજારાએ નવાવર્ષના આગમનની સાથે જ ફેન્સને ખુશખબરી આપી હતી. ચેતેશ્વર પૂજારાએ પત્ની પૂજા સાથેની તસવીર શેર કરી હતી. આ તસવીર સાથે તેણે જણાવ્યું હતું કે, ‘આ વર્ષે (2018માં) અમારા ખુશીઓમાં વધારો (સંતાનના સ્વરૂપમાં) થવાનો છે, આશા છે કે આવનારા વર્ષોમાં અમને અગાઉની જેમ ઘણો આનંદ મળતો રહેશે.’ ઉલ્લેખનીય છે કે, ચેતેશ્વર પૂજારા હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટેની ટેસ્ટ ટીમનો સભ્ય હોવાથી આફ્રિકામાં છે. જોકે આ સિરીઝ પહેલા જ તેણે આ સમાચાર આપી તેના ફેન્સને ખુશ કરી દીધા હતા. ચેતેશ્વર પૂજારા અને પૂજાના લગ્ન વર્ષ 2013માં થયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોત સાવ સામે જ હતું, ત્યાં થોડી ક્ષણો માટે દુલ્હન બની આ યુવતી
Next articleપદ્માવતી મુદ્દે કરણી સેનાની ધમકી:અમે તો હિંસક દેખાવો કરશું જ