Home દુનિયા ઈરાકમાં અપહરણ થયેલ 39 ભારતીયોની આઈએસઆઈએસએ હત્યા કરી-સુષ્મા સ્વરાજ

ઈરાકમાં અપહરણ થયેલ 39 ભારતીયોની આઈએસઆઈએસએ હત્યા કરી-સુષ્મા સ્વરાજ

775
0

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.20

કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે રાજ્યસભામાં ઇાકમાં બંધક બનાયેલ 39 ભારતીયોના મોતની પુષ્ટિ કરી. રાજ્યસભામાં જવાબ આપતા સુષ્મા સ્વરાજે કહ્યું કે એકદમ કઠણ હૃદયની સાથે સાચું, પરંતુ 3 વર્ષ બાદ 39 બંધક ભારતીયોના ઇરાકમાં મર્યાના સમાચારની હું પુષ્ટિ કરું છું. વિદેશ મંત્રીએ કહ્યું કે તમામ મૃત લોકોના ડીએનએ મળી ગયા છે. મૃતકોના શરીરને તેમના પરિવારને સોંપાશે.
વિદેશ મંત્રીએ કહ્યું કે મેં ગયા વર્ષે જ ગૃહમાં કહ્યું હતું કે જ્યાં સુધી મને પાક્કી અને પ્રમાણભૂત માહિતી નહીં મળે ત્યાં સુધી હું ગુમ લોકોને મૃત જાહેર કરીશ નહીં. ગઇકાલે અમને ઇરાક સરકારે માહિતી આપી કે 38 લોકોના ડીએનએ 100 ટકા મળી ગયા છે અને એક વ્યક્તિનું 70 ટકા સુધી ડીએનએ મળ્યું છે. જનરલ વી.કે.સિંહ માર્ટિયસ ફાઉન્ડેશનના સર્ટિફિકેટની સાથે તેમના નશ્વર દેહને લઇને આવશે. જહાજ અમૃતસર, હિમાચલ પ્રદેશ, અને પછી પટના અને કોલકત્તા જશે. મેં કહ્યું હતું કે પાક્કા પુરાવાની સાથે ક્લોઝર કરીશું. જ્યારે અમે પરિવારજનોને તેમના નશ્વર દેહની અસ્થીઓ સોંપીશું ત્યારે તેમના ક્લોઝર રિપોર્ટ પણ સોંપીશું.
2014ની સાલમાં ઇરાકના મોસુલમાં આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે 40 ભારતીયોને બંધક બનાવ્યા હતા. મંગળવારના રોજ સુષ્મા સ્વરાજે તેમાંથી 39 ભારતીયોના મોતની પુષ્ટિ કરી દીધી. તેમાંથી એક ભારતીય હરજીત મસીહ કેવી રીતે બચીને ભારત પાછો આવ્યો હતો અને તેને જે વાર્તા સંભળાવી હતી તે ખોટી હતી.
સુષ્મા સ્વરાજે રાજ્યસભામાં કહ્યું કે હરજીત મસીહ એ પોતાનું નામ બદલીને અલી રાખી દીધું અને તે બાંગ્લાદેશીઓની સાથે ઇરાકના ઇરબિલ પહોંચ્યો, ત્યાંથી તેને સુષ્મા સ્વરાજને ફોન કર્યો હતો. સ્વરાજના મતે ISISના આંતકીઓએ એક કંપનીમાં કામ કરી રહેલા 40 ભારતીયોને એક ટેક્સટાઇલ કંપનીમાં મોકલવાનું કહ્યું હતું. તેની સાથે જ કેટલાંક બાંગ્લાદેશી યુવાનો પણ હતા. અહીં તેમણે બાંગ્લાદેશીઓ અને ભારતીયોને અલગ-અલગ રાખવાનું કહ્યું. પરંતુ હરજીત મસીહ એ પોતાના માલિકની સાથે જુગાડ કરીને પોતાનું નામ અલી કર્યું અને બાંગ્લાદેશીઓવાળા ગ્રૂપમાં સામેલ થઇ ગયો. અહીંથી તે ઇરબિલ પહોંચી ગયો. સુષ્માએ કહ્યું કે આ વાર્તા એટલા માટે પણ સાચી લાગે છે કારણ કે ઇરબિલ નાકા પરથી હરજીત મસીહે તેમને ફોન કર્યો હતો.
સુષ્માએ આગળ કહ્યું કે હરજીતની કહાની એટલા માટે પણ ખોટી લાગે છે કે કારણ કે તેને જ્યારે મને ફોન કર્યો હતો ત્યારે મેં પૂછયું હતું કે તમે ત્યાં (ઇરબિલ) કેવી રીતે પહોંચ્યા? તો તેને કહ્યું કે મને કંઇ જ ખબર નથી. સુષ્માએ આગળ કહ્યું કે મેં તેને પૂછયું કે એવું તો કેવી રીતે બની શકે કે તમને કંઇ ખબર નથી? તો તેમને બસ એટલું કહ્યું કે મને કંઇ જ ખબર નથી, બસ તમે મને અહીંથી નીકાળી લો.
મસીહે કહ્યું હતું કે કોઇપણ રીતે આઇએસના આતંકી 50 બાંગ્લાદેશીઓ અને 40 ભારતીયોને તેમની કંપનીમાંથી બસોમાં ભરીને કોઇ પહાડ પર લઇ ગયા હતા. તેમના મતે આઇએસના આતંકી અમને કોઇ પહાડ પર લઇ ગયા અને અમને તમામને કોઇ બીજા ગ્રૂપના હવાલી સોંપી દીધા. આંતકીઓએ બે દિવસ સુધી અમને બધાને પોતાના કબ્જામાં રાખ્યા.
મસીહે કહ્યું કે એક દિવસ અમને બધાને લાઇનમાં ઉભા રાખી દીધા અને તમામ પાસેથી મોબાઇલ અને પૈસા લઇ લીધા. ત્યારબાદ તેમણે બે-ત્રણ મિનિટ સુધી ગોળી વરસાવી. હું વચ્ચે ઉભો હતો, મારા પગ પર ગોળી લાગી અને હું નીચે પડી ગયો અને ત્યાં ચુપચાપ સૂતેલો રહ્યો. બાકી તમામ લોકો મરી ગયા. મસીહ એ કહ્યું કે તે કોઇપણ રીતે ભાગીને કંપનીમાં પહોંચ્યો અને પછી ભારત ભાગીને આવી ગયો.
સુષ્મા સ્વરાજે કહ્યું કે ગુમ થયેલા ભારતીયોને શોધવા માટે મારા સહયોગી જનરલ વીકે સિંહ એ ખૂબ જ મહેનત કરી. તેમણે કેટલીય વખત મોસુલ અને બગદાદની મુસાફરી કરી અને ઇરાકના ગામડાંઓ સુધી પહોંચ્યા. જનરલ સિંહ ગામના એક નાનકડા રૂમમાં જમીન પર સૂતા અને ગુમ લોકોના મૃતદેહના પુખ્તા પ્રમાણ લઇને જ પરત ફર્યા. તેમણે કહ્યું કે હું ધન્યવાદ કરવા માંગું છું કે ઇરાક સરકારનો પણ જેમને અમારા અનુરોધનો સ્વીકાર કરી લીધો. હું વડાપ્રધાનજીના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માંગું છે, જેમને ત્રણ વર્ષ સુધી મને તપાસ ચાલુ રાખવા દીધી. હું ઇચ્છીશ કે ગૃહના તમામ સભ્યો મૃતકોને ભાવભરી શ્રદ્ધાંજલિ આપે.
ઈરાકમાં જીવ ગુમાવનારા 39 લોકોમાં પંજાબ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારના લોકો હતા. જેમાં 31 લોકો પંજાબ અને ચાર લોકો હિમાચલ પ્રદેશના હતા. મૃતકોના પાર્થિવ દેહને લાવવા માટે વિશેષ વિમાન ઈરાક જશે. જનરલ વી. કે. સિંહને આના માટે ઈરાક મોકલવામાં આવશે. આ વિમાન પહેલા અમૃતસર પહોંચશે અને બાદમાં પટના તથા કોલકત્તા પણ જશે.

Previous articleમાનહાનિ કેસ-જેટલીએ કેજરીવાલના માફીનામા પ્રસ્તાવને ફગાવ્યો
Next articleરાજ બબ્બરે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું