Home દુનિયા આ સ્કૂલોમાં હવે નહિ અપાય અંગ્રેજી શિક્ષણ, મુસ્લિમ દેશે મુક્યો પ્રતિબંધ

આ સ્કૂલોમાં હવે નહિ અપાય અંગ્રેજી શિક્ષણ, મુસ્લિમ દેશે મુક્યો પ્રતિબંધ

628
0

(S.yuLk.yuMk)ઈરાનíkk.08
ઈરાન દેશે પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજીના ભણાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ પગલુ દેશના સુપ્રિમ લિડર અયાતુલ્લા અલી ખામેનેઈના એ નિવેદન બાદ લેવાયુ છે, જેમાં તેમણે કહ્યું હતું કે, પ્રાથમિક સ્કૂલોમાં અંગ્રેજી ભણાવાવથી પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણનો રસ્તો તૈયાર થયો છે. ઈરાનના એક વરિષ્ઠ શિક્ષા અધિકારીએ જાહેરાત કરીને જણાવ્યું કે, પ્રાથમિક સ્તર પર શિક્ષામાં ઈરાની સંસ્કૃતિને સ્થાપિત કરવા માટે અંગ્રેજીને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે.
ઈરાનમાં ચાલેલા વિરોધ પ્રદર્શનને પગલે ત્યાંની સરકાર ડરી ગઈ છે, અને સ્કૂલોમાં અંગ્રેજી ભણાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઉચ્ચ સ્તરના શિક્ષણ સમિતિના પ્રમુખ મેહદી નાવિદ અધમે કહ્યું કે, સરકારી કે બનિસરકારી સ્કૂલોમાં અધિકારિક પાઠ્યક્રમા અંગ્રેજી ભણાવવું હવે નિયમની વિરુદ્ધ રહેશે. પ્રાથમિક સ્તર પર આવું શિક્ષણ આપવાથી શરૂઆતના સ્તર પર જ વિદ્યાર્થીઓ ઈરાની સંસ્કૃતિથી દૂર જાય છે.ઈરાનની સ્કૂલોમા અત્યાર સુધી અંગ્રેજી શિક્ષાની શરૂઆત 12 થી 14 વર્ષની વચ્ચે રહેતી હતી. પંરતુ કેટલીક પ્રાઈમરી સ્કૂલ બહુ જ ઓછી ઉમરમાં અંગ્રેજી શિક્ષણ આપવાની શરૂઆત કરી રહ્યું છે. મિડલ સ્કૂલોના કેટલાક બાળકો પોતાના સ્કૂલમાં અભ્યાસ બાદ કોઈ પ્રાઈવેટ ભાષા સંસ્થાનમાં અંગ્રેજીનો અભ્યાસ કરે છે. ઈરાનના ઈસ્લામિક નેતા સતત અંગ્રેજી શિક્ષાને ઈરાનની સંસ્કૃતિ પર હુમલો ગણાવ્યો હતો અને નેતા અયાતુલ્લાહ અલી ખૈમિનીએ પણ 2016માં નર્સરી સ્કૂલોમાં બાળકોના અંગ્રેજી શિક્ષા આપવાના વધતા ક્રેઝ પર નારાજગી વ્યક્ત કરી હતી. ઈરાન સરકારના રિવોલ્યુશનરી ગોડ્સ તરફથી કહેવામાં આવ્યું છે કે, દેશમા અશાંતિ માટે વિદેશી શક્તિઓ જ જવાબદાર છે. ઈરાની અધિકારીઓનું કહેવું છે કે, હાલમાં થયેલા વિરોધ પ્રદર્શનોમાં 22 લોકો માર્યા ગયા છે, જ્યારે 80 જિલ્લા અને ગ્રામીણ ક્ષેત્રોમાં આ પ્રદર્શન ફેલાઈ ચૂક્યુ હતું. જેને અટકાવવા માટે એક હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કહેવાય છે કે, ઈરાનમાં હજારો યુવકો અને નોકરિયાત લોકો વધતી બેરોજગારી અને મોંઘવારી ઉપરાંત અમીર-ગરીબીમાં વધતા તફાવતને કારણે પર રસ્તા પર ઉતર્યાં છે.

Previous articleમુંબઈના કાંદિવલીમાં શિવસેનાના ભૂતપૂર્વ નગરસેવકની છરો ભોંકી કરી કરપીણ હત્યા
Next articleયોગીએ ટ્વીટ કરીને કર્ણાટકમાં થઇ રહેલી ખેડૂતોની મોત પર પ્રહાર કર્યો